નવેમ્બર 18, 2024 2:29 પી એમ(PM)

printer

તિરંદાજીમાં વર્તમાન એશિયન ગેમ્સ ચેમ્પિયન જ્યોતિ સુરેખા વેન્નમે લક્સમબર્ગમાં જીટી ઓપનમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે

તિરંદાજીમાં વર્તમાન એશિયન ગેમ્સ ચેમ્પિયન જ્યોતિ સુરેખા વેન્નમે લક્સમબર્ગમાં જીટી ઓપનમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. જીટી ઓપનમાં પ્રથમ વાર સ્પર્ધા કરતા જ્યોતિએ સમગ્ર સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કરીને ગઈ કાલે બેલ્જિયમમાં યોજાયેલી મેચમાં સારાહ પ્રિલ્સ સામે 147-145 થી વિજય મેળવ્યો હતો.
દરમિયાન, પુરુષોની સ્પર્ધામાં અભિષેકે રજત ચંદ્રક મેળવ્યો હતો. ફાઇનલ મેચમાં પૂરા 150 પોઇન્ટ મેળવ્યા છતાં તેઓ સુવર્ણ ચંદ્રક ચૂકી ગયા હતા. તેમનાં હરીફ અને ટોચના ખેલાડી નેધર્લેન્ડ્સના માઇક સ્કોલોસરે ફાઇનલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.