ઓગસ્ટ 30, 2025 9:51 એ એમ (AM)

printer

તિયાનજિનમાં આવતીકાલથી શરૂ થનારી SCOની 25મી કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી વૈશ્વિક નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચા કરશે.

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની 25મી કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ મીટિંગ આવતીકાલે ચીનના તિયાનજિનમાં શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય સમિટમાં હાજરી આપશે અને વૈશ્વિક નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચા કરશે.
આ સમિટ વૈશ્વિક શાસનમાં નવા ધોરણોને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને પ્રાદેશિક સુરક્ષા, કનેક્ટિવિટી, ટકાઉ વિકાસ અને સભ્ય દેશો વચ્ચે એકતા વધારવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.