ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 12, 2025 7:46 પી એમ(PM)

printer

તાલિબાને પાકિસ્તાન પર કરેલા હુમલામાં 58 પાકિસ્તાની સૈનિકના મોત

તાલિબાને પાકિસ્તાન પર કરેલા હુમલામાં 58 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. તાલિબાને આ હુમલાને પક્તિકા પ્રાંતની બજારમાં થયેલા પાકિસ્તાની હવાઈ હુમલાનો બદલો ગણાવી.તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું કે આ હુમલામાં અનેક સરહદી ચોકીઓને નિશાન બનાવાઇ હતી જેમાં 30 પાકિસ્તાની સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા.દરમ્યાન પાકિસ્તાને અફઘાનિસ્તાન પર તહરીક-એ-તાલિબાન પર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ મૂક્યો છે.
બીજી તરફ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ ચેતવણી આપી કે જો પાકિસ્તાન સારા સંબંધો અને શાંતિ ઇચ્છતું નથી, તો અફઘાનિસ્તાન પાસે અન્ય વિકલ્પો છે. દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન તેની સાર્વભૌમત્વનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે. બે દિવસ પહેલા પત્રકાર પરિષદમાં મહિલા પત્રકારોને આમંત્રણ ન આપવા અંગે તેમણે કહ્યું કે તકનીકી સમસ્યાને કારણે પત્રકારોની ટૂંકી યાદી નક્કી કરવામાં આવી હતી.