માર્ચ 22, 2025 2:15 પી એમ(PM)

printer

તામિલનાડુના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વાજબી સીમાંકન પર સંયુક્ત કાર્યવાહી સમિતિની પહેલી બેઠક ચેન્નઈમાં શરૂ

તામિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં આજે વાજબી સીમાંકન પર સંયુક્ત કાર્યવાહી સમિતિની પહેલી બેઠક ચેન્નઈમાં યોજાઈ રહી છે. બેઠકમાં અન્ય લોકો સિવાય કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર,પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંઘ માન અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્થ રેડ્ડી પણ સામેલ છે. બેઠકમાં શરૂઆતના તબક્કામાં સંઘવાદ અને સીમાંકનના મુદ્દાઓ સહિત અનેક વિષય પર પણ ચર્ચા થશે.

પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં શ્રી સ્ટાલિને કહ્યું, કેન્દ્ર દ્વારા નિર્ધારિત સીમાંકન એજન્ડાએ લોકશાહી સંઘવાદ અને રાજ્યોના સમાન પ્રતિનિધિત્વને નબળું પાડ્યું છે. તેમણે પરિસ્થિતિનું મુલ્યાંકન કરવા એકનિષ્ણાત પરિષદની રચના કરવાની પણ હાકલ કરી. જ્યારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને દેશની વિવિધતા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.