સપ્ટેમ્બર 28, 2025 3:38 પી એમ(PM)

printer

તામિલનાડુના કરૂરમાં સર્જાયેલી નાસભાગની દુર્ઘટનામાં મૃતકોના વારસદારોને બે- બે લાખ રૂપિયાની સહાયની પ્રધાનમંત્રીએ જાહેરાત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કરુરમાં રાજકીય રેલીમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની ની સહાયની જાહેરાત કરી છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને જીવ ગુમાવનારાઓના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.ICUમાં સારવાર લઈ રહેલા લોકોને એક લાખ રૂપિયાની સહાય અપાશે.મુખ્યમંત્રીએ ઘટનાની તપાસ માટે વડી અદાલતના નિવૃત ન્યાયાધીશ જસ્ટિસ અરુણા જગદીસનના નેતૃત્વમાં એક સભ્યના કમિશનની જાહેરાત કરી છે.
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ આ ઘટના અંગે દુખ વ્યકત કર્યું.કેન્દ્ર સરકારે તમિલનાડુ સરકારને આ ઘટના અંગે અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
વિજય થાલાપતિની રેલીમાં થયેલી નાસભાગમાં 39ના મોત થયા છે.જ્યારે 50થી વધુ લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.