તાપી: વાલોડ તાલુકામાં 76માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં 76માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઇ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ત્રિરંગો ફરકાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ રાજ્યની કલા અને સંસ્કૃતિને પ્રસ્તુત કરતાં આકર્ષક ટેબ્લો રજૂ કરાયા હતા. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, માર્ચ પાસ્ટ, ડોગ-અશ્વ શો સહિત જવાનોના અવનવા કરતબોએ પ્રેક્ષકોને અચંબિત કર્યા હતાં.
ગુજરાત પોલીસના 225 કલાકાર કર્મીઓએ હાલાર રાસ સહિતની અનેક કૃતિઓ રજૂ કરી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનારને રાજ્યપાલે ટ્રોફી આપી સન્માનિત કર્યા. સાંસ્કૃતિક કાર્યક્રમો, માર્ચ પાસ્ટ, ડોગ-અશ્વ શો સહિત જવાનોના અવનવા કરતબોએ પ્રેક્ષકોને અચંબિત કર્યા હતાં. ગુજરાત પોલીસના ૨૨૫ કલાકાર કર્મીઓએ હાલાર રાસ સહિતની અનેક કૃતિઓ પ્રસ્તુત કરીને સૌને મન મોહી લીધા હતાં.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.