તાપી જિલ્લાના સોનગઢ પ્રાથમિક શાળાના બાળકો એ રત્નજ્યોત નામની વનસ્પતિ ના બી ખાતા 25 બાળકોની તબિયત લથડી છે.
અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આ તમામ બાળકોને વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બાળકોએ રત્નજ્યોત નામના ફળ ખાઈ લેતા ફૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ડોકટરોએ તુરંત બાળકોને સારવાર આપતા બાળકોની પરિસ્થિતિ સુધારા પર હોવાનું જિલ્લા સરપંચ જણાવી રહ્યા છે.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 7:45 પી એમ(PM) | તાપી
તાપી જિલ્લાના સોનગઢ પ્રાથમિક શાળાના બાળકો એ રત્નજ્યોત નામની વનસ્પતિ ના બી ખાતા 25 બાળકોની તબિયત લથડી છે
