ઓગસ્ટ 9, 2025 7:18 પી એમ(PM)

printer

તાપી જિલ્લાના સોનગઢમાં બે બાઇક વચ્ચે અકસ્માત થતાં ત્રણ યુવકોના મોત

તાપી જિલ્લાના સોનગઢમાં બે બાઇક વચ્ચે અકસ્માત થતાં ત્રણ યુવકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે લીંબી ત્રણ રસ્તા નજીક બે બાઈક સામ સામે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક યુવકની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માતની ઘટનાને પગલે ઉકાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.