ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આજે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન સમારોહ યોજાશે.

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આજે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન સમારોહ યોજાશે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેશે. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાબરકાંઠાના ઈડરમાં ખાતે ધ્વજવંદન કરશે.
મંત્રીમંડળના મંત્રીઓ જેવા કે, કનુ દેસાઈ વલસાડના વાપી, ઋષિકેશ પટેલ બનાસકાંઠાના અંબાજી, રાઘવજી પટેલ રાજકોટના કોટડાસાંગાણી, બળવંતસિંહ રાજપૂત મહેસાણાના પાંચોટ, કુંવરજી બાવળિયા બોટાદના બરવાડા, મુળૂભાઈ બેરા જામનગર, ડૉક્ટર કુબેર ડિંડોર ભાવનગરના શિહાર, ભાનુબેન બાબરિયા અમદાવાદનાં ધંધૂકા ખાતે ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત રહેશે. જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓ જેવા કે, હર્ષ સંઘવી ગાંધીનગર અને પ્રફુલ પાનશેરિયા સુરતના ઉમરપાડામાં ધ્વજવંદન કરશે.
ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જુનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિદ્વારકા, અરવલ્લી અને મોરબીમાં સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે.