તાપીમાં સોનગઢ ST બસમથક ખાતે જનજાગૃતિ ઝૂંબેશ હેઠળ A-RTO અને 108ની ટુકડી દ્વારા માર્ગ સલામતી અંગે માર્ગદર્શન અપાયું. રાષ્ટ્રીય માર્ગ સલામત માસ 2026 અંતર્ગત પરિવહન અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે યાત્રીઓ, ચાલકોમાં ટ્રાફિકના નિયમ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુસર આ ઝૂંબેશ ચાલી રહી છે.
આ કાર્યક્રમમાં સહાયક મોટર વાહન નિરીક્ષક જે. એલ. પંચાલે માર્ગ સલામતીના નિયમ, લાઈસન્સના કાયદા અને ટ્રાફિક ચિહ્નોના મહત્વ અંગે માહિતી આપી. આ સાથે 108ની વ્યવસ્થાપન ટુકડી દ્વારા અકસ્માતના સમયે ગૉલ્ડન અવર એટલે કે, પ્રથમ કલાકની અગત્યતા સમજાવી, ઇજાગ્રસ્ત વ્યક્તિને કેવી રીતે પ્રાથમિક સારવાર આપવી તેનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું હતું.
Site Admin | જાન્યુઆરી 12, 2026 3:06 પી એમ(PM)
તાપીમાં સોનગઢ ST બસમથક ખાતે જનજાગૃતિ ઝૂંબેશ હેઠળ A-RTO અને 108ની ટુકડી દ્વારા માર્ગ સલામતી અંગે માર્ગદર્શન અપાયું.