ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, “આદિવાસી સમુદાયના લોકોને ગેરમાર્ગે લઈ જનારા લોકો સામે રાજ્ય સરકાર ગંભીરતાથી પગલાં લેશે.” તાપીમાં એક રામકથામાં સહભાગી થતા શ્રી સંઘવીએ આ નિવેદન આપ્યું હતું. દરમિયાન તેમણે ઉદ્યોગપતિઓને આદિવાસી વિસ્તારોમાં શાળાઓ સ્થાપવા આહ્વાન પણ કર્યું હતું.
દરમિયાન આ કાર્યક્રમમાં કથાકાર મોરારિ બાપુએ આદિવાસી વિસ્તારમાં શાળાદીઠ એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
Site Admin | માર્ચ 13, 2025 2:30 પી એમ(PM)
તાપીમાં મોરારિ બાપુની રામકથામાં સહભાગી થયાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી