ઓગસ્ટ 11, 2025 12:11 પી એમ(PM)

printer

તાપીનાં 28 આદિવાસી બાળકો પહેલી વાર ઇસરોના શ્રીહરિકોટા સ્થિત સૅટેલાઈટ લૉન્ચિંગ સેન્ટરના શૈક્ષણિક પ્રવાસે ગયાં

તાપી જિલ્લાના 28 આદિવાસી બાળકો પહેલી વાર ઇસરોના શ્રીહરિકોટા સ્થિત સૅટેલાઈટ લૉન્ચિંગ સેન્ટરના શૈક્ષણિક પ્રવાસે ગયાં છે. “તાપી કે તારે” પ્રૉજેક્ટ હેઠળ રાજ્યમાં સૌપ્રથમ વાર ખાસ કરીને આદિજાતિ બાળકો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પહેલ કરવામાં આવી છે.
15 સરકારી શાળાના વિજ્ઞાન પ્રવાહના આ બાળકો 13 ઑગસ્ટ સુધી શ્રીહરિકોટાના પ્રવાસે રહેશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી અને તાપીના પ્રભારી મંત્રી મુકેશ પટેલ પહેલી વાર ફ્લાઈટમાં ઇસરો જતા આ બાળકો સાથે ગઈકાલે સંવાદ કર્યો. દરમિયાન ડોસવાડાની મૉડેલ સ્કૂલમાં ધોરણ 12-માં ભણતાં રોશની ગામિતે પ્રવાસ અંગે પ્રતિક્રિયા આપી.