ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 28, 2025 10:21 એ એમ (AM)

printer

તાજેતરમા પડેલા કમોસમી વરસાદને કારણે વ્યાપક નુકસાનની સમીક્ષા સાથે આજે રાજ્ય મંત્રીમંડળની ગાંધીનગરમાં બેઠક યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાશે. આજે સવારે દસ વાગે યોજાનારી આ બેઠકમાં પ્રધાનમંત્રીએ ગુજરાતના 75 વર્ષની ઉજવણી અગાઉના મહત્વના લક્ષ્યાંકો નક્કી કરવાની સૂચના આપી હતી. આ સૂચના અંતર્ગત રોડ મેપ તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવશે. અમારા ગાંધીનગરના અમારા પ્રતિનિધી દુર્ગેશ મહેતા જણાવે છે કે, તાજેતરમાં પડેલા ભારે વરસાદના પગલે કૃષિ પાકોને થયેલા વ્યાપક નુકસાન અંગેની ચર્ચા કરીને તેની વિગતો પણ કેબિનેટમાં રજૂ કરાશે. હાલમાં જે રીતે રાજ્યમાં કમોસમી વરસાદી વાતાવરણ સર્જાયું છે તે અંગેની પણ ચર્ચા કરવાની શક્યતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ