તાઈવાનમાં આજે ફન્ગ-વૉન્ગ વાવાઝોડું આવતા પહેલા આઠ હજાર 300થી વધુ લોકોને સલામત સ્થળ પર મોકલાયા. વાવાઝોડાના કારણે તાઈવાનના પૂર્વ કાંઠા પર ભારે વરસાદથી પૂર આવતાં 51 લોકો ઇજાગ્રસ્ત થયા. જ્યારે ઘરો અને માર્ગો પર પાણી ભરાઈ ગયા છે.
બંદર શહેર સુઆઓમાં એક હજારથી વધુ ઘર પાણીમાં ડૂબી ગયા છે. અહીં ગઈકાલે વિક્રમજનક 25 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. મોટા ભાગના લોકોને ભારે વરસાદથી અસરગ્રસ્ત યિલાન અને હુઆલિયનથી બહાર કાઢવામાં આવ્યા છે. દરમિયાન દક્ષિણ તાઈવાનમાં કાર્યાલય અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી છે.
તાઈવાનના હવામાન વિભાગે જણાવ્યું, આ વર્ષના અંતે વાવાઝોડું આવી રહ્યું છે અને આબોહવા પરિવર્તનના કારણે આવી ઘટનાઓ વધે તેવી પણ ચેતવણી અપાઈ છે. આ પહેલા ફન્ગ-વૉન્ગ વાવાઝોડાથી ફિલિપાઈન્સમાં 27 લોકોના મોત થયા હતા. તે પ્રશાંત મહાસાગર પહોંચતા પહેલા તાઈવાનના દક્ષિણ ભાગમાં પહોંચે તેવી પણ આગાહી છે
Site Admin | નવેમ્બર 12, 2025 7:58 પી એમ(PM)
તાઈવાનમાં ફન્ગ-વૉન્ગ વાવાઝોડું આવતા પહેલા આઠ હજાર 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા