તાઇવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આજે વહેલી સવારે તેમણે ટાપુની આસપાસ ચીની લશ્કરી ગતિવિધિઓ શોધી કાઢી છે. તાઇવાન નજીક ત્રણ ચીની લશ્કરી વિમાનો અને છ નૌકાદળના જહાજો જોવા મળ્યા હતા, જેમાં એક વિમાન મધ્ય રેખા પાર કરીને તાઇવાનના દક્ષિણપશ્ચિમ હવાઈ સંરક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું.તાઇવાનએ કહ્યું કે તેણે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે અને પ્રતિક્રિયા આપી છે. તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-ટેએ તાઇવાનની સુરક્ષા માટે તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરતા કહ્યું કે તેઓ ચીની દબાણને ટાપુમાં ફેલાવવા દેશે નહીં.તેમણે કહ્યું કે ચીનના પગલાં સાબિત કરે છે કે બેઇજિંગનો અધિકાર તાઇવાન સુધી વિસ્તરતો નથી.
Site Admin | જાન્યુઆરી 10, 2026 3:23 પી એમ(PM)
તાઇવાનનો હવાઇ- દરિયાઇ સીમાઓમાં ચીની વિમાનો અને જહાજોની ઘૂસણખોરીનો દાવો