તાઇવાનમાં, રાજધાની તાઇપેઈમાં છરીધારી હુમલાખોરે હુમલો કર્યો જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા અને નવ અન્ય ઘાયલ થયા.
તાઇવાનના પ્રધાનમંત્રી ચો જંગ-તાઈએ જણાવ્યું હતું કે, 27 વર્ષીય શંકાસ્પદે તાઇપેઈના મુખ્ય મેટ્રો સ્ટેશન પર સ્મોક બોમ્બ ફોડ્યા હતા, અને બીજા સ્ટેશન પર દોડી જઇને રસ્તામાં લોકોને છરા માર્યા હતા. શંકાસ્પદ વ્યક્તિનું બહુમાળી ઇમારત પરથી પડી જવાથી બાદમાં મૃત્યુ થયું હતું અને તેનો હેતુ હજુ સ્પષ્ટ નથી.
તાઇવાનના પ્રધાનમંત્રી મેટ્રો સ્ટેશનો, રેલ્વે અને એરપોર્ટ પર સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો છે, જ્યારે રાષ્ટ્રપતિ વિલિયમ લાઇએ ઝડપી તપાસના આદેશ આપ્યા છે. શંકાસ્પદ વ્યક્તિનો ગુનાહિત રેકોર્ડ હોવાનું કહેવાય છે અને તે અધિકારીઓ દ્વારા વોન્ટેડ હતો.
છેલ્લી વખત 2014 માં તાઇપેઈમાં આવી જ ઘટના બની હતી.
Site Admin | ડિસેમ્બર 20, 2025 2:11 પી એમ(PM)
તાઇવાનના પાટનગર તાઇપેઈમાં હુમલાખોરે છરાથી હુમલો કરતાં ત્રણના મોત અને નવ ઇજાગ્રસ્ત