તહેવારો દરમિયાન રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં સહેલાણીઓનો ધસારો જોવા મળ્યો હતો.નવા વર્ષના દિવસથી આજ સુધી લગભગ 60 હજાર જેટલા સહેલાણીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે. આ પ્રાણી સંગ્રહાલયમાં 65 પ્રજાતિના 592 પ્રાણીઓ અને પક્ષીઓ છે. સહેલાણીઓએ મોટા પ્રમાણમાં લીધેલી મુલાકાતના પગલે રાજકોટ મહાનગર પાલિકાને 11 લાખ 50 હજારથી વધુની આવક થઇ હોવાનું પ્રાણી સંગ્રહાલયના સંચાલક આર.કે. હિરપરાએ જણાવ્યુ હતું.
Site Admin | ઓક્ટોબર 26, 2025 9:47 એ એમ (AM)
તહેવારો દરમિયાન રાજકોટના પ્રાણી સંગ્રહાલયની 60 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી