ડિસેમ્બર 19, 2025 9:24 એ એમ (AM)

printer

તહેવારોને પગલે ભારતીય રેલવે નવ ઝોનમાં ૧૩૮ વિશેષ ટ્રેનો ચલાવશે

ભારતીય રેલ્વે ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન મુસાફરોના ધસારાને નિયંત્રિત કરવા માટે નવ ઝોનમાં ૧૩૮ ખાસ ટ્રેનો ચલાવશે. કુલ ૬૫૦ ટ્રેનના આવાગમનની રજૂઆતને મંજૂર કરવામાં આવી છે. રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૨૪૪ ટ્રિપને સૂચિત કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વે ૨૬ ટ્રેનો સાથે સૌથી વધુ હિસ્સો ધરાવે છે, મધ્ય રેલ્વે ૧૮ ટ્રેનો ચલાવી રહ્યું છે, જ્યારે દક્ષિણ મધ્ય રેલ્વે ૨૬ ટ્રેનોનું આયોજન કર્યું છે અને દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વે આ સમય દરમિયાન તહેવારોની ભીડને પહોંચી વળવા માટે ૧૨ ટ્રેનો ચલાવી રહ્યું છે.