ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 17, 2024 7:53 પી એમ(PM) | ડુંગળી

printer

તહેવારોને ધ્યાનમાં રાખીને ડુંગળીનાં ભાવને કાબુમાં લેવા માટે સરકારે આજે કાંદા ફાસ્ટ ટ્રેન શરૂ કરી

તહેવારોને ધ્યાનમાં રાખીને ડુંગળીનાં ભાવને કાબુમાં લેવા માટે સરકારે આજે કાંદા ફાસ્ટ ટ્રેન શરૂ કરી છે. મહારાષ્ટ્રનાં નાસિકથી આ ટ્રેન 1600 મેટ્રિક ટન ડુંગળી સાથે રવાના થઈ છે, જે રવિવારે દિલ્હી પહોંચશે. ભાવ ઘટાડવા માટે જથ્થાબંધ ડુંગળીનાં પરિવહન માટે સરકારની આ અનોખી પહેલ છે. અમારા દિલ્હીનાં પ્રતિનિધિ જણાવે છે કે, કાંદા ટ્રેનમાં 53 ટ્રકમાં સમાય તેટલી ડુંગળી છે, જે દિલ્હી-એનસીઆરનાં જથ્થાબંધ બજારોમાં વિતરીત કરવામાં આવશે. ગ્રાહક બાબતોના સચિવ નિધી ખરેએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં લખનઉ, વારાણસી અને ઉત્તર-પૂર્વ ભારતનાં વિવિધ ભાગોમાં પણ કાંદા ફાસ્ટ ટ્રેન મોકલવામાં આવશે. સરકાર ડુંગળીનાં છૂટક વેચાણ માટે રિટેલ ચેઇન, ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને કેન્દ્રિય ભંડાર સાથે પણ ચર્ચા કરી રહી છે. રાહતદરે ડુંગળી વેચવા વધારાની મોબાઈલ વાન પણ શરૂ કરવામાં આવશે.
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પુરવઠો વધવાને કારણે આગામી દિવસોમાં ટામેટાનાં ભાવમાં પણ ઘટાડો થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ