તહેવારોની સિઝનમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેંડા ન થાય તેમાટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ખાદ્ય સુરક્ષા અંતર્ગત તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા અગિયાર ઓગષ્ટથી 24ઓગષ્ટ સુધી વિવિધ ખાણીપીણીના એકમોની તપાસ કરવામાં આવી હતી.. જેમાં 622 એકમોની તપાસકરીને 203 એકમોને નોટિસ આપવામાં આવી હતી.. મિઠાઇ, ઠંડાપીણા તેમજ પનીર અને ચોકલેટ્સના 132શંકાસ્પદ નમૂના લેવાયા હતા..આ દરમિયાન 484 કિલો અખાદ્ય પદાર્થ અને 383લિટર પ્રવાહીનો નાશ કરાયો હતો.. તેમજ 2 લાખ 58 હજાર કરતા વધુનો વહિવટી ચાર્જ વસૂલકરાયો હતો..આ ઉપરાંત 17 લાખ 68 હજાર કરતાં વધુની રજીસ્ટર અને લાયસન્સ ફી વસૂલકરવામાં આવી હતી.
Site Admin | ઓગસ્ટ 24, 2024 8:07 પી એમ(PM)
તહેવારોની સિઝનમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેંડા ન થાય તેમાટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ખાદ્ય સુરક્ષા અંતર્ગત તપાસ કરવામાં આવી રહી છે
