ઈરાનમાં ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા દ્વારા સલામતીના કારણોસર તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓને શહેરની બહાર ખસેડવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે વાહન ધરાવતા રહેવાસીઓને પણ શહેરની બહાર જવાની સલાહ આપી છે. કેટલાક ભારતીયોને આર્મેનિયાની સરહદ દ્વારા ઈરાન છોડવાની સુવિધા આપવામાં આવી છે.ઈઝરાયલમાં રાષ્ટ્રીય કટોકટી હજુ પણ યથાવત હોવાથી અને હવાઈ ક્ષેત્ર બંધ હોવાથી, તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે આજે દેશ છોડવા માંગતા ભારતીયોને જમીન સરહદ પાર કરવાના વિકલ્પોનો લાભ લેવા જણાવ્યું છે. દૂતાવાસે ઈઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકોને મિશનમાં નોંધણી કરાવવા કહ્યું છે. અપડેટેડ એડવાઈઝરીમાં, દૂતાવાસે જણાવ્યું હતું કે, હાલમાં ઈઝરાયલમાં રહેલા તમામ ભારતીય નાગરિકો માટે, સતર્ક રહેવા અને ઈઝરાયલી હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા જારી કરાયેલા સલામતી પ્રોટોકોલનું પાલન કરવા. ભારતીય નાગરિકોને નિયમિતપણે અપડેટ્સ તપાસવાની અને ઈઝરાયલી હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે,
Site Admin | જૂન 18, 2025 11:26 એ એમ (AM)
તહેરાનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા