ઓગસ્ટ 9, 2025 9:05 એ એમ (AM)

printer

તરણેતરના લોકમેળામાં યોજાનારી ગ્રામીણ ઑલિમ્પિક માટે આગામી 20 ઑગસ્ટ સુધી અરજી કરી શકાશે

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં પ્રખ્યાત તરણેતરના લોકમેળામાં 26થી 28 ઑગસ્ટ સુધી “20-મી ગ્રામીણ ઑલિમ્પિક” યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા રમતવીરો આગામી 20 ઑગસ્ટ સુધી અરજી કરી શકશે. તેમણે પોતાની અરજી લીંબડીમાં જિલ્લા રમત વિકાસ અધિકારીને મોકલવાની રહેશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.ગ્રામીણ ઑલિમ્પિકમાં પહેલા દિવસે 16 વર્ષની વય સુધીના ભાઈઓ અને બહેનો માટે 100, 200 અને 800 મીટર દોડ તથા લાંબી કૂદની રમત યોજાશે. જ્યારે ઑપન શ્રેણીના ભાઈઓ અને બહેનો માટે 100, 400 અને 800 મીટર દોડ, ગોળાફેંક અને 12 વર્ષના બાળકો માટે લંગડી સહિતની સ્પર્ધાઓ યોજાશે.