ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 26, 2025 3:18 પી એમ(PM)

printer

તરણેતરના લોકમેળાનો આજથી આરંભ….

સુરેન્દ્રનગર ખાતે પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્યાીત તરણેતરના લોકમેળાનો આજથી આરંભ થયો છે. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધારાસભ્યો શામજી ચૌહાણ, પ્રકાશ વરમોરા, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતીમાં ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી લોકમેળો શરૂ થયો હતો.
આ મેળામાં પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવતું વિશિષ્ટ આવરણ લોન્ચ કરાયું હતું. પશુપાલન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પશુ પ્રદર્શનને રીબીન કાપી ખુલ્લા મુકાયું હતુ. આ મેળામાં યોજાયેલી દ્વિતીય પારંપારિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ પણ શરૂ કરવામાં આવી હતી