ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 19, 2025 9:58 એ એમ (AM)

printer

તરણેતરના મેળામાં પરંપરાગત રમતોનો ૨૦મો ગ્રામિણ ઓલિમ્પિક યોજાશે

યુવાનોને રમત ગમત પ્રત્યે વધુ પ્રોત્સાહિત કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા તરણેતરના મેળામાં ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તા.26થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાનાર 20માં ગ્રામિણ ઓલમ્પિકમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 100 મીટર દોડ, 400 મીટર દોડ, 800 મીટર દોડ, ગોળાફેંક, લાંબી કુદ, 4 બાય 100 મીટર રીલે દોડ, નારીયેળ ફેંક, સ્ટ્રોન્ગેસ્ટમેન, સાતોડી, ખાંડના લાડુ ખાવાની હરીફાઇ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.