તરણમાં ભારતનાં ધિનિધિ દેસિંઘુ-એ ગઈકાલે બહેરીનમાં ઍશિયન યુવા રમતગમત 2025માં 400 મીટર ફ્રી-સ્ટાઈલમાં નવો રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યો. ધિનિધિએ ચાર મિનિટ 21 પૂર્ણાંક 86 સૅકેન્ડનો સમય લઈ ફાઈનલમાં પાંચમું સ્થાન મેળવ્યું. આ સાથે જ તેમણે પોતાનો જ ચાર મિનિટ 24 પૂર્ણાંક છ સેકેન્ડનો વિક્રમ તોડ્યો છે. આ સ્પર્ધામાં ભારતનાં અદિતિ સતીષ હેગડે ચાર મિનિટ 32 સેકેન્ડના સમય સાથે સાતમા સ્થાને રહ્યાં હતાં.
ફ્રીસ્ટાઈલ ફાઈનલ સ્પર્ધામાં છોકરાઓમાં નીતિશસાઈ હરિનાથ 50 મીટર વર્ગમાં 23 પૂર્ણાંક 72 સેકેન્ડના સમય સાથે પાંચ-મા સ્થાને રહ્યાં છે. 400 મીટર તરણમાં દક્ષન શશિકુમાર અને 100 મીટર બટરફ્લાયમાં વેદાન્ત તન્દલે સાતમા સ્થાને રહ્યા.
Site Admin | ઓક્ટોબર 28, 2025 7:47 પી એમ(PM)
તરણમાં, ભારતનાં ધિનિધિ દેસિંઘુ-એ બહેરીનમાં ઍશિયન યુવા રમતગમતમાં નવો રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યો