હવામાન વિભાગે આજે તમિલનાડુ અને કરાઈકલમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેરળ અને માહેમાં પણ આજે અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ અનુસાર, પૂર્વ રાજસ્થાન, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં આજે શીત લહેરની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આવતીકાલ સુધી આવી જ સ્થિતિ રહેવાની અપેક્ષા છે. આ દરમિયાન, દિલ્હી-NCR માં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહી છે, આજે સવારે 7 વાગ્યે હવા ગુણવત્તા સૂચકાંક – AQI 385 નોંધાયો છે. હવા ગુણવત્તા વ્યવસ્થાપન કમિશને દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન ના ત્રીજા તબક્કાનો અમલ કર્યો છે.
Site Admin | નવેમ્બર 16, 2025 9:13 એ એમ (AM)
તમિલનાડુ અને પુડુચેરીમાં વિવિધ સ્થળોએ આજે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી