ડિસેમ્બર 1, 2025 8:31 એ એમ (AM)

printer

તમિલનાડુમાં બે બસો અથડાતા 11ના મોત – 54ને ઇજા

તમિલનાડુના શિવગંગા જિલ્લામાં કુમ્માનગુડી નજીક, ગઈકાલે બે સરકારી બસો અથડાતા 11 લોકોના મોત થયા હતા અને 54 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત પિલ્લૈયારપટ્ટીથી પાંચ કિલોમીટર દૂર તિરુપત્તુરમાં થયો હતો. સ્થાનિકો અને સાથી મુસાફરો દ્વારા બચાવ કામગીરીમાં ઘણા પીડિતોને ક્ષતિગ્રસ્ત વાહનોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, તેઓ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે અને જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પણ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી.