ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 13, 2024 2:24 પી એમ(PM)

printer

તમિલનાડુમાં, ડીંડીગુલની એક હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે લાગેલી ભીષણ આગમાં એક બાળક સહિત ઓછામાં ઓછા છ લોકોના મોત થયા

તમિલનાડુમાં, ડીંડીગુલની એક હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે લાગેલી ભીષણ આગમાં એક બાળક સહિત ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું કહેવાય છે. તે સમયે દર્દીઓ, એટેન્ડન્ટ્સ અને સ્ટાફ સહિત 50થી વધુ લોકો હાજર હતા. તામિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને મૃતકોનાં પરિવારજનોને ત્રણ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે.