તમિલનાડુના મદુરાઈમાં એક મંદિરમાં દીપ પ્રગટાવવાના વિવાદને લઈને ડીએમકે સભ્યોના વિરોધને પગલે લોકસભા બપોરે 12:00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે લોકસભા સવારે 11 વાગ્યે મળી ત્યારે વિપક્ષી પાર્ટીઓના સભ્યોએ વેલમાં ધસી જઇને વિરોધ કર્યો.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે આ મામલો ન્યાયાલયમાં છે અને સરકારનો તેની સાથે કોઈ સંબંધ નથી. તેમણે સભ્યોને તેમની બેઠક પર પાછા જવા અને ગૃહની કામગીરી ચાલવા દેવા વિનંતી કરી હતી. અપીલ છતાં, વિપક્ષી સભ્યોએ તેમનો વિરોધ ચાલુ રાખ્યો, જેના પગલે સ્પીકરે ગૃહને બપોરે 12:00 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું. રાજ્યસભામાં પણ ડીએમકે અને અન્ય વિપક્ષી સભ્યોએ આ મામલે વોકઆઉટ કર્યું.
Site Admin | ડિસેમ્બર 5, 2025 2:04 પી એમ(PM)
તમિલનાડુના મદુરાઈના મંદિરમાં દીપ પ્રગટાવવાના મુદ્દે ડીએમકેના સાંસદોના વિરોધને પગલે લોકસભાની કાર્યવાહી ખોરંભે