ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 19, 2024 8:35 એ એમ (AM) | તમિલનાડુ

printer

તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના 28 ભારતીય માછીમારો સ્વદેશ પરત ફર્યા છે.

તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના 28 ભારતીય માછીમારો સ્વદેશ પરત ફર્યા છે. સપ્ટેમ્બર 2024માં કથિત રીતે બહેરીનમાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ ધરપકડ કરાઈ હતી.
બહેરીનમાં ભારતીય દૂતાવાસે માછીમારો માટે તાત્કાલિક કાયદાકીય પ્રતિનિધિત્વની નિમણૂક કરીને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. જેને લઈ માછીમારાની છ મહિનાની સજા ઘટાડીને ત્રણ મહિના કરવામાં આવી હતી. આ ઘટના વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને બહેરીન સાથે મજબૂત રાજદ્વારી સંબંધો જાળવવા માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.