બોટાદ નગરપાલિકાની ગઇકાલે જનરલ બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ સમિતિના ચેરમેન તેમજ સભ્યની રચના કરવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ સમિતિના ચેરમેન તરીકે મહિલા ઓની પસંદગી કરવામાં આવી હતી.
આ ઉપરાંત નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પણ મહિલા બન્યાં હતાં. ત્યારે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર બોટાદ નગરપાલિકા મહિલા સંચાલિત થતા નગરપાલિકાના મહિલા પ્રમુખ ધર્મિષ્ઠા જોટાણિયાએ ખુશી વ્યક્ત કરી હતી.
Site Admin | એપ્રિલ 18, 2025 10:45 એ એમ (AM)
તમામ સમિતીઓમાં મહિલાઓ અધ્યક્ષ તરીકે નિયુક્ત થતાં બોટાદ નગરપાલિકામાં મહિલાઓનું શાસન
