રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે તમામ ડોકટરોએ તેમના વ્યાવસાયિક જીવનના કેટલાક વર્ષો ગ્રામીણ વિસ્તારોને સમર્પિત કરવા જોઈએ. નવા રાયપુર સ્થિત યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ અને આયુષના દીક્ષાંત સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે છત્તીસગઢ જેવા રાજ્યોમાં જડીબુટ્ટીઓનો અખૂટ ભંડાર છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, તેના દસ્તાવેજીકરણની સાથે તેના પર આધારિત સંશોધનને પ્રોત્સાહન આપવું જોઈએ. અગાઉ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ટેકનોલોજી સંસ્થાન (IIT) ભિલાઈના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી.
આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આદિવાસી લોકો કુદરતી જીવનશૈલી દ્વારા સંચિત જ્ઞાનનો ભંડાર છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આદિવાસી લોકોની જીવનશૈલીમાંથી શીખીને દેશના ટકાઉ વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશનો સંપૂર્ણ વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે વિકાસ પ્રક્રિયામાં આદિવાસી લોકોની સક્રિય ભાગીદારી હોય. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક પણ એનાયત કર્યા હતા.
Site Admin | ઓક્ટોબર 26, 2024 7:45 પી એમ(PM)
તમામ ડોકટરોને તેમના વ્યાવસાયિક જીવનના કેટલાંક વર્ષો ગ્રામીણ વિસ્તારોને સમર્પિત કરવા જોઈએ. – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
