જાન્યુઆરી 1, 2026 8:52 એ એમ (AM)

printer

તમામ જિલ્લાઓનો સમાન આર્થિક વિકાસ સુનિશ્ચિત કરી રાજ્યનો GDP દર વધારવાની દિશામાં કાર્ય કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના

ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાન આર્થિક વિકાસ સુનિશ્ચિત કરી રાજ્યનો GDP દર વધારવાની દિશામાં કાર્ય કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે યોજાયેલી કેબિનેટની બેઠકમાં સૂચના આપી. પ્રવક્તા મંત્રીએ જીતુ વાઘાણીએ બેઠક બાદ જણાવ્યું કે, રાજ્યના તમામ જિલ્લાઓના GDP દરમાં વૃદ્ધિ કરીને સમગ્ર રાજ્યનો આર્થિક વિકાસ દર વધારવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.દેશની અર્થવ્યવસ્થામાં ગુજરાત હંમેશા ગ્રોથ એન્જિન રહ્યું છે, ત્યારે કેબિનેટ બેઠકમાં રાજ્યના સર્વાંગી અને સમાન આર્થિક વિકાસ માટે એક નવો રોડમેપ રજૂ કરાયો હતો.પ્રવક્તા મંત્રી જીતુ વાઘણીએ જણાવ્યું કે, 70 લાખથી વધુ આબાદી ધરાવતું દેશનું પ્રથમ સ્લમ ફ્રી શહેર બનવાની દિશામાં સુરત અગ્રેસર થઇ રહ્યું છે, સુરતને રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર બનાવવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.