ઓગસ્ટ 7, 2025 1:46 પી એમ(PM)

printer

તપાસ સમિતિના અહેવાલને પડકારતી ન્યાયાધીશ યશવંત વર્માએ કરેલી અરજીને સર્વોચ્ચ અદાલતે ફગાવી

સર્વોચ્ચ અદાલતે ન્યાયાધીશ યશવંત વર્માની અરજી ફગાવી દીધી છે. અરજીમાં, તેમણે ત્રણ સભ્યોની આંતરિક તપાસ સમિતિના તારણો ધરાવતા પ્રસ્તાવને પડકાર્યો હતો જેમાં તેમને દૂર કરવાની ભલામણ કરાઇ હતી. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ એ.જી. મસીહની બેન્ચે જણાવ્યું હતું કે તેમની અરજી વિચારવા યોગ્ય નથી કારણ કે તેઓ પ્રક્રિયામાં ભાગ લીધા પછી આંતરિક તપાસ સમિતિના તારણોને પડકારી શકતા નથી.
14 માર્ચે દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન પર બળી ગયેલી રોકડ મળી આવ્યા બાદ દિલ્હી વડી અદાલતના તત્કાલીન ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા તપાસ હેઠળ આવ્યા હતા. કેસ પછી, તેમને અલ્હાબાદ વડી અદાલતમા પાછા મોકલવામાં આવ્યા હતા અને આરોપોની આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી.