અમદાવાદમાં મૅટ્રો ટ્રૅન સેવા આ 20 તારીખે સવારે છ વાગ્યાને 20 મિનિટથી સાંજે સાત વાગ્યા સુધી ચાલશે. દિવાળીના તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખી ગુજરાત મૅટ્રો રેલ નિગમ દ્વારા આ નિર્ણય કરાયો છે. 20 તારીખે દિવાળીના તહેવારના દિવસે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ તરફ સાંજે સાત વાગ્યાને પાંચ મિનિટે, થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ તરફ, મોટેરા સ્ટેડિયમથી APMC તરફ અને APMCથી મોટેર સ્ટેડિયમ તરફ સાંજે સાત વાગ્યેને 10 મિનિટે, APMCથી સચિવાલય તરફ અને સચિવાલયથી APMC તરફ સાંજે છ વાગ્યેને 24 મિનિટે અને ગિફ્ટ સિટીથી APMC તરફ સાંજે છ વાગ્યેને 18 મિનિટે છેલ્લી ટ્રૅન ઉપડશે.
Site Admin | ઓક્ટોબર 19, 2025 9:07 એ એમ (AM)
તકેદારીના ભાગરૂપે અમદાવાદમાં મેટ્રો રેલ દિવાળીના દિવસે સાંજે સાત વાગ્યા સુધી દોડશે