મે 8, 2025 9:13 એ એમ (AM)

printer

તંત્ર અને નાગરિકોના સંયુક્ત પ્રયાસોના ઉપક્રમે દેશભરમાં મોકડ્રિલ યોજાઇ.

ભારતનાં હવાઇ હૂમલા બાદ પાકિસ્તાન સાથે વધતી જતી તંગદિલીને પગલે ગઈ કાલે દેશભરમાં મોક ડ઼્રિલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. સાંજે ચાર વાગ્યાથી શરુ થયેલા આ અભ્યાસમાં હવાઈ હૂમલા અને અંધારપટ જેવી ઘટનાઓ દરમિયાન નાગરિકો અને સંરક્ષણ દળોની સજ્જતાની સમીક્ષા કરવામાં આવી.રાજધાની દિલ્હીમાં નોર્થ બ્લોક, સાઉથ બ્લોક, રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન અને ઇન્ડિયા ગેટની લાઇટ બંધ કરવામાં આવી.કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશથી યોજાયેલી મોક ડ્રિલનો હેતુ દુશ્મન દેશ દ્વારા હવાઈ અને ડ્રોન હૂમલા જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોને જાગૃત કરવાનો અને વહીવટીતંત્રની તત્પરતાનું આકલન કરવાનો છે.