સપ્ટેમ્બર 7, 2024 3:24 પી એમ(PM)

printer

ડ્યુટી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બદલ, કરાચીમાં 12 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

ડ્યુટી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બદલ, કરાચીમાં 12 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કરાચીના અધિક પોલીસ મહાનિરીક્ષકે, પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ મહિલા અને નવ પુરૂષો સહિત 12 વધુ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.. એક દિવસ પહેલા પણ છ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સિંધના પોલીસ મહાનિરીક્ષક ગુલામ નબી મેમન એ, કરાચીના અધિક પોલીસ મહાનિરીક્ષક, ઝોનલ ડીઆઈજી અને એસએસપીને ફરજ પરના સમયે ટીક-ટોક પર વીડિયો રેકોર્ડ અને અપલોડ કરનારા પોલીસકર્મીઓ સામે પગલાં લેવા કડક આદેશો આપ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.