ડો. બી.આર. આંબેડકરનું અપમાન કરવાનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવીને વિપક્ષોએ સંસદના બંને ગૃહોમાં શોરબકોર મચાવ્યો હતો. આ સ્થિતિના પગલે બંને ગૃહોની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. આજે સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ કોંગ્રેસ, ડીએમકે અને ડાબેરીઓ સહિત વિપક્ષી દળોએ શ્રી અમિત શાહની ટિપ્પણી સામે સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે હંમેશા ડૉ. આંબેડકરનું અપમાન કર્યું છે.
આ જ મુદ્દે વિપક્ષોએ રાજ્યસભાની કાર્યવાહીને પણ ખોરંભે પાડી દીધી હતી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ પર ડૉ. આંબેડકરને અન્યાય કરવાનો આરોપ લગાવ્યો હતો.
દરમિયાન, રાજ્યસભામાં વિપક્ષના નેતા, મલ્લિકાર્જુન ખડગેએ શ્રી. શાહે બંધારણના ઘડવૈયાનું અપમાન કર્યું હોવાનો આરોપ લગાવીને અમિત શાહ માફી માંગે તેવી માંગણી કરી હતી.
Site Admin | ડિસેમ્બર 18, 2024 3:17 પી એમ(PM)
ડો. બી. આર.આંબેડકરના અપમાનનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવીને વિપક્ષોએ હોબાળો મચાવતા સંસદના બંને ગૃહોની કામગીરી સ્થગિત
