જુલાઇ 1, 2025 9:46 એ એમ (AM)

printer

ડોક્ટરોને સન્માનિત કરવા અને તેમનાં યોગદાનની પ્રશંસા કરવા માટે દર વર્ષે 1 જુલાઇનાં રોજ આ દિવસ ઉજવાય છે

આજે દેશભરમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ડોક્ટરોને સન્માનિત કરવા અને તેમનાં યોગદાનની પ્રશંસા કરવા માટે દર વર્ષે 1 જુલાઇનાં રોજ આ દિવસ ઉજવવામાં આવે છે.આપણે જ્યારે પણ માંદા પડીએ ત્યારે સૌ પ્રથમ ડોક્ટર જ યાદ આવે છે. ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે. વિશ્વમાં અલગ અલગ દિવસે ડોક્ટર દિવસ ઉજવવામાં આવે છે, પણ ભારતમાં 1991થી દર વર્ષે એક જુલાઇનાં રોજ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ઉજવાય છે કારણ કે 1882માં આજનાં દિવસે પ્રસિધ્ધ ફિઝિશિયન ડોક્ટર બિધાનચંદ્ર રોયનો જન્મ થયો હતો.રાજ્ય સરકારની મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના MBBS ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતી રાજ્યની દીકરીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ યોજના હેઠળ અત્યાર સુધી ગુજરાતની 25 હજારથી વધુ વિદ્યાર્થિનીઓને ડૉક્ટર બનવા માટે 772 કરોડ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.