ડૉ. બી.આર. આંબેડકર વિશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ટિપ્પણીને લઈને વિરોધ પક્ષોના હંગામાને પગલે સંસદના બંને ગૃહોને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા હતું. આજે જ્યારે સંસદમાં લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ, ડીએમકે અને સમાજવાદી પાર્ટી સહિતના વિરોધ પક્ષોએ ગૃહમંત્રીનો વિરોધ કર્યો હતો.
રાજ્યસભામાં પણ આ પ્રમાણેની જ પરિસ્થિતિ જોવા મળી હતી. આજે સવારે રાજ્યસભાની કામગીરી શરૂ થતાં ગૃહમંત્રીની ટિપ્પણી અંગે સાંસદોના વિરોધ સામે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ગૃહની કામગીરી સ્થગિત કરવાના પ્રસ્તાવને નામંજૂરી આપી હતી. પરંતુ આમ આદમી પાર્ટી, આરજેડી અને કોંગ્રેસે સહિતના નેતાઓએ ગૃહમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. જેથી રાજ્યસભાની કામગીરી પણ આજે બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઇ છે. અગાઉ વિપક્ષોએ સંસદ પરિસરમાં પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
Site Admin | ડિસેમ્બર 19, 2024 2:17 પી એમ(PM) | ડૉ. બી.આર. આંબેડકર
ડૉ. બી.આર. આંબેડકર વિશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ટિપ્પણીને લઈને વિરોધ પક્ષોના હંગામાને પગલે સંસદના બંને ગૃહોને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા છે
