ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 31, 2024 7:58 પી એમ(PM)

printer

ડૉ. જિતેન્દ્ર સિંહે મંગળવારે જણાવ્યું હતું કે,” સ્પેડેક્સ મિશનને ભારતીય ડૉકિંગ ટેક્નૉલૉજી નામ આપવામાં આવ્યું છે.

ડૉ. જિતેન્દ્ર સિંહે મંગળવારે જણાવ્યું હતું કે,” સ્પેડેક્સ મિશનને ભારતીય ડૉકિંગ ટેક્નૉલૉજી નામ આપવામાં આવ્યું છે. કારણ કે તે સંપૂર્ણપણે સ્વદેશી મિશન છેઅને ભારત ડૉકિંગ ટેક્નૉલૉજી સંબંધિત, આ પ્રકારનો પહેલો પ્રયોગ કરી રહ્યું છે.પીએમઓ, પરમાણુઉર્જા અને અવકાશ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે વર્ષ 2024 ભારતીય અવકાશ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ વર્ષ રહ્યું છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા ડૉ. સિંહે જણાવ્યું હતું કે, વર્ષનો પહેલો દિવસ XPoSat ના પ્રક્ષેપણ સાથે શરૂ થયો હતો ત્યારબાદ આદિત્ય L1 મિશનને તેની લક્ષિત પ્રભામંડળ ભ્રમણ કક્ષામાં દાખલ કરવામાં આવ્યું હતું,તેમણે કહ્યું કે આ વચ્ચે ગગનયાન માટે ઘણા ટ્રાયલ થયા છે જે પાઇપલાઇનમાં છે. ડૉ. સિંઘે જણાવ્યું હતું કે, ટ્રાયલ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને મહિલા રોબોટ સાથે ડ્રેસ રિહર્સલ આવતા વર્ષે થશે. તેમણે જણાવ્યુંહતું કે, જ્યાં સુધી ડોકીંગ ટેક્નોલોજીનો સંબંધ છે ત્યાંસુધી SpaDeX મિશનનું લોન્ચિંગ ભારત દ્વારા હાથ ધરવામાં આવેલાપ્રથમ પ્રયોગોમાંનું એક છે.  ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ગઈકાલે રાત્રે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ મિશન સફળતાપૂર્વક લોન્ચકર્યું. ISROના PSLV-C60 રોકેટને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી ઉપાડવામાં આવ્યું. તેના લોન્ચિંગ પછીતરત જ તેણે બે ઉપગ્રહો ધ ચેઝર) અને લક્ષ્યને નીચી પૃથ્વી ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક તૈનાત કર્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.