ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 6, 2025 1:53 પી એમ(PM)

printer

ડેરી ઉદ્યોગે GST દરમાં ઘટાડાના GST કાઉન્સિલના નિર્ણયને આવકાર્યો.

સરકાર દ્વારા શરૂ કરાયેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારાઓ 22 સપ્ટેમ્બરથી ગ્રાહકોની દૈનિક ઉપયોગની વસ્તુઓના કર દર ઘટાડો અમલી બનશે.
GST કાઉન્સિલે અનેક ડેરી ઉત્પાદનોને કરમાંથી મુક્તિ આપવાને મંજૂરી આપી. પનીર, છેના અને અલ્ટ્રા હાઇ ટેમ્પરેચર મિલ્ક જેવી વસ્તુઓ પર જે પાંચ ટકા GST દર હતો તે હવે કરમુક્ત છે. આનાથી આ ઉત્પાદનો પોષણક્ષમ દરે ઉપલબ્ધ થશે તેની ખાતરી થશે. વધુમાં, માખણ, ઘી અને ચીઝ સહિતના ડેરી તેલ પર અગાઉ ૧૨ ટકા GST લાગતો હતો, જે હવે ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, લોખંડ, સ્ટીલ અને એલ્યુમિનિયમના દૂધના ડબ્બા પણ ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યા છે. દરમિયાન, પ્લાન્ટ આધારિત દૂધ પીણાં પરનો GST પણ ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યો છે જે ગ્રાહકોને સ્વસ્થ ડેરી વિકલ્પો પર રાહત આપે છે. મીડિયા સાથે વાત કરતા, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર, જયેન મહેતાએ આ નિર્ણયને ઉત્પાદકો અને ગ્રાહકો માટે એક સારા સમાચાર ગણાવીને પ્રશંસા કરી.