ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ડેટા સેન્ટરોની વિશાળ ઉર્જા માંગને પહોંચી વળવા નાના અને મોડ્યુલર પરમાણુ રિએક્ટર શક્ય અને વ્યવહારુ ઉકેલો પ્રદાન કરે છે.નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, પરિવર્તનશીલ ભારત માટે શાંતિ વિધેયક પસાર થવાથી, દેશ હવે ઉભરતી AI-આધારિત અર્થવ્યવસ્થાને શક્તિ આપવા સંપૂર્ણપણે તૈયાર છે.શ્રી વૈષ્ણવે કહ્યું, નવી ડિઝાઇન 14 એકર જમીન પર પણ પરમાણુ ઉર્જા પ્લાન્ટ સ્થાપવા સક્ષમ બનાવે છે અને પરમાણુ ઉર્જા પ્લાન્ટનો ઉપયોગ રેલ્વેની કામગીરી માટે પણ થઈ શકે છે.
Site Admin | જાન્યુઆરી 3, 2026 9:32 એ એમ (AM)
ડેટા સેન્ટરોની વિશાળ ઉર્જા માંગને પહોંચી વળવા નાના અને મોડ્યુલર પરમાણુ રિએક્ટર શક્ય અને વ્યવહારુ ઉકેલો પ્રદાન કરે છે – ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ