ઓગસ્ટ 24, 2024 3:02 પી એમ(PM) | #Akashvani AkashvaniNews

printer

ડુરંડ કપ ફૂટબોલ-2024માં, બેંગલુરુ એફસીએ, કેરળ બ્લાસ્ટર્સને તેના ચોથા ક્વાર્ટર-ફાઇનલ મુકાબલામાં 1-0થી હરાવ્યું

ડુરંડ કપ ફૂટબોલ-2024માં, બેંગલુરુ એફસીએ, કેરળ બ્લાસ્ટર્સને તેના ચોથા ક્વાર્ટર-ફાઇનલ મુકાબલામાં 1-0થી હરાવ્યું હતું. અગાઉ, ભૂતપૂર્વ ચેમ્પિયન મોહન બાગાન સુપર જાયન્ટે ત્રીજી ક્વાર્ટર ફાઈનલ મેચમાં સડન ડેથ પેનલ્ટી દ્વારા પંજાબ એફસીને 6-5થી હરાવ્યું હતું.
બંને પક્ષો વચ્ચેનો મુકાબલો નિર્ધારિત સમયમાં 3-3થી સમાપ્ત થતાં મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી. હવે બીજી સેમિફાઇનલમાં મંગળવારે મોહન બાગાન સુપર જાયન્ટનો સામનો બેંગલુરુ સામે થશે. પ્રથમ સેમિફાઇનલ સોમવારે શિલોંગમાં નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસી અને શિલોંગ લાજોંગ એફસી વચ્ચે રમાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.