ડીડી ફ્રી ડિશ દક્ષિણ ભારતીય ભાષાઓના પ્રતિનિધિત્વ સાથે તેની પહોંચનો વિસ્તાર કર્યો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં, માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ મુરુગને જણાવ્યું કે સરકારે ડીડી ફ્રી ડિશ પર દક્ષિણ ભારતીય ભાષાની ચેનલોનું પ્રતિનિધિત્વ વધારવા માટે વિવિધ સક્રિય પગલાં લીધાં છે. તેમણે માહિતી આપી હતી કે વધુ સારા પ્રાદેશિક પ્રતિનિધિત્વ માટે, ડીડી ફ્રી ડિશ પ્લેટફોર્મની ઇ-હરાજીમાં દક્ષિણ ભારતીય ભાષાની ચેનલો માટે સ્લોટ અનામત રાખવામાં આવ્યા છે.દક્ષિણ ક્ષેત્રમાં ખાનગી પ્રસારણકર્તાઓની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પાત્રતા ધોરણોને સરળ બનાવાયા છે. આ વર્ષે પહેલી એપ્રિલથી ત્રણ વધારાની દક્ષિણ ભારતીય ભાષાની ખાનગી ચેનલો – ટીવી9 તેલુગુ, આસ્થા કન્નડ અને આસ્થા તેલુગુ, ડીડી ફ્રી ડિશ પર ઓનબોર્ડ કરવામાં આવી છે. દૂરદર્શનની પોતાની પ્રાદેશિક ચેનલો, જેમ કે ડીડી તમિલ, ડીડી સપ્તગિરિ, ડીડી ચંદના, ડીડી યાદગીરી અને ડીડી મલયાલમ પણ ઓનબોર્ડ કરવામાં આવી છે.
Site Admin | જુલાઇ 24, 2025 9:37 એ એમ (AM)
ડીડી ફ્રી ડિશ દક્ષિણ ભારતીય ભાષાઓના પ્રતિનિધિત્વ સાથે તેની પહોંચનો વિસ્તાર કર્યો
