ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 20, 2024 10:30 એ એમ (AM)

printer

ડીજીપી અને આઇજીપી કોન્ફરન્સ અંગેનો એક દિવસિય વર્કશોપ અમદાવાદ ખાતે યોજાયો હતો.

ડીજીપી અને આઇજીપી કોન્ફરન્સ અંગેનો એક દિવસિય વર્કશોપ અમદાવાદ ખાતે યોજાયો હતો. દેશની સુરક્ષા માટે કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલન વધે તે હેતુથી આ કાર્યશાળા યોજાઇ હતી. ગુજરાત ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામા યોજાયેલા આ વર્કશોપમાં સૂચિત મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
આ એક દિવસીય વર્કશોપમાં ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન, NCB, સેન્ટ્રલ આઇ.બી, CBI જેવી વિવિધ કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તેમના ડિપાર્ટમેન્ટ બાબતે અને તેમની કામગીરી બાબતે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું, જેમાં તેમના ડિપાર્ટમેન્ટ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ પોર્ટલ અને એપ્લીકેશન બાબતે પોલીસ અધિકારીઓને વાકેફ કરવામાં આવ્યા હતાં.
રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સલામતીના વિવિધ પાસાઓની ચર્ચા પણ કરી હતી.