ડિસેમ્બર માસમાં સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રને સાઇબર ગુનાઓમાં નાગરિકોની 61 કરોડ જેટલી રકમ બચાવવામાં સફળતા મળી છે. ચાલુ માસમાં સાઇબર સેન્ટરને 5 કેસમાં સાઇબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પાસેથી 121 કરોડ રૂપિયા ગુમાવ્યાની ફરિયાદ મળી હતી. જેમાં 50 ટકા જેટલી રકમ લોકોને પરત કરવામાં આવી છે.
સાયબર હેલ્પલાઇન -1930ને છેલ્લા બે દિવસમાં ત્રણ હજાર 500થી વધુ કોલ મળ્યા હતા.જેમાં મોટા ભાગના આર્થિક કેસોમાં નાણાંને ફ્રીઝ કરાયા છે.
દરમ્યાન અમદાવાદમાં લોકો દ્વારા ગુમાવાયેલા 7.12 કરોડ પૈકી રૂ. 7.11 કરોડ રૂપિયા ફ્રીઝ કરાયા છે.
Site Admin | ડિસેમ્બર 30, 2025 2:50 પી એમ(PM)
ડિસેમ્બર માસમાં સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રને સાઇબર ગુનાઓમાં નાગરિકોની 61 કરોડ જેટલી રકમ બચાવવામાં સફળતા મળી.