ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 2, 2025 7:41 પી એમ(PM)

printer

ડિસાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાની સઘન તપાસ કરવા રાજ્ય સરકારે ચાર સભ્યોની વિશેષ સમિતી રચી

બનાસકાંઠાના ડિસામાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાની સઘનતપાસ કરવા રાજ્ય સરકારે મહેસુલ વિભાગના સચિવ ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની ચાર સભ્યોની ખાસ તપાસ સમિતિ – SITની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ સમિતિ સમગ્ર બનાવની તપાસ કરીને 15 દિવસમાં સરકારને અહેવાલ રજૂ કરશે.
દરમિયાન, આજે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠકનાં નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,  FSL સહિતની એજન્સીના અહેવાલો આવ્યા બાદ દોષિતો સામે ગંભીર કલમો લગાવીને કડક પગલા ભરવામાં આવશે. શ્રી પટેલે જણાવ્યું કે,રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સહિતની ઘટનાઓમાં પણ SIT દ્વારા તપાસ ચાલી રહી છે.   
દરમિયાન, ડીસાની ફટાકડા ફેક્ટરીના માલિકની ગઈ કાલે ધરપકડ કરાયા બાદ પોલિસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ