બનાસકાંઠાની ખોરાક અને ઔષધ નિયમનતંત્રની પાલનપુર કચેરી દ્વારા ડીસાથી બે ઘી ઉત્પાદક પેઢી પાસેથી ૧૫૦૦ કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.ડિસાની તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ તથા શ્રી વેદાંત ફૂડ પ્રોડક્ટ્સ સામે શંકાસ્પદ ઘી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.શ્રી વેદાંત ફૂડ પ્રોડક્ટ્સ માંથી ભુમી સરસ ઘીના ૫૦૦ મીલીના ૧૭૬ પેક, ૨૦૦ મીલીના ૭૫૦ પેક તથા લુઝ ઘી ૯૪૫ કિલોગ્રામ મળી કુલ ૧૧૮૩ કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જયારે તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ તપાસ દરમિયાન કુલ ૩૨૦ કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો
Site Admin | નવેમ્બર 11, 2025 8:48 એ એમ (AM)
ડિસાની ઘી બનાવતી બે પેઢીમાંથી પંદર સો કિલો શંકાસ્પદ ઘીનો જપ્ત કરાયો