ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 4, 2024 2:35 પી એમ(PM)

printer

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે દાણચોરીના કેસમાં 16 કિલો મેફેડ્રોન ડ્રગ અને 1 કરોડ 93 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે દાણચોરીના કેસમાં 16 કિલો મેફેડ્રોન ડ્રગ અને 1 કરોડ 93 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આ કેસમાં NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચોક્કસ માહિતીના આધારે, અધિકારીઓએ બસ દ્વારા હૈદરાબાદથી મુંબઈ આવી રહેલા બે મુસાફરોની તપાસ કરતાં તેમની પાસેથી 16 કિલોગ્રામ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું. આ સંબંધમાં મુંબઈમાંથી ત્રણ વચેટિયા અને અન્યની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ શોધખોળ દરમિયાન 1 કરોડ 93 લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.